Gå direkt till innehållet
Jeevan Jine Ki Kala (Edition2024)
Spara

Jeevan Jine Ki Kala (Edition2024)

Lägsta pris på PriceRunner
જીવનની કળાથી મારું એ જ પ્રયોજન છે કે, આપણી સંવેદનશીલતા, આપણી પાત્રતા, આપણી ગ્રાહકતા, આપણી રિસેપ્ટિવિટી એટલી વિકસિત થાય કે જીવનમાં જે સુંદર છે, જીવનમાં જે સત્ય છે, જીવનમાં જે શિવ છે, તે બધું જ - તે બધું જ આપણા હૃદય સુધી પહોંચી શકે. એ બધાને આપણે અનુભવ કરી શકીએ, પરંતુ આપણે જીવનની સાથે જે વ્યવહાર કરીએ છીએ, એનાથી આપણા હૃદયનું દર્પણ ના તો નિખરે છે, ના નિર્મળ થાય છે, નાસાફ થાય છે; અને ગંદું થતાં-થતાં ધૂળથી ભરાઈ જાય છે. એમાં પ્રતિબિંબ પડવા વધારે કઠિન થઈ જાય છે. જે પ્રકારે જીવનને આપણે બનાવીએ છીએ - બધું જ શિક્ષણ, બધી જ સંસ્કૃતિ, આખો સમાજ મનુષ્યના વ્યક્તિત્વને યોગ્ય દિશામાં નથી લઈ જતો. બાળપણથી જ ખોટી દિશા શરૂ થઈ જાય છે અને એ ખોટી દિશા જીવનભર, જીવનથી જ પરિચિત થવામાં બાધા નાંખતી રહે છે.
પહેલી વાત, જીવનને અનુભવ કરવા માટે એક પ્રામાણિક ચિત્ત, એક શુદ્ધ દિમાગ જોઈએ. આપણું આખું ચિત્ત ઔપચારિક છે, ફૉર્મલ છે, પ્રામાણિક નથી. ના તો પ્રામાણિક રૂપથી ક્યારેય પ્રેમ, ના ક્યારેય ક્રોધ, ના પ્રામાણિક રૂપથી ક્યારેય આપણે ઘૃણા કરી છે, ના પ્રામાણિક રૂપથી આપણે ક્યારેય ક્ષમા કરી છે.
આપણા બધા ચિત્તના આવર્તન, આપણા બધા ચિત્તના રૂપ ઔપચારિક છે, જૂઠ્ઠા છે, મિથ્યા છે. હવે મિથ્યાચિત્તને લઈને જીવનના સત્યને કોઈ કેવી રીતે જાણી શકે છે? સત્ય ચિત્તને લઈને જ જીવનના સત્ય સાથે સંબંધિત થઈ શકાય છે. આપણું પૂરું દિમાગ, આપણું ચિત્ત, આપણું પૂરું મન મિથ્યા અને ઔપચારિક છે. એને સમજી લેવું ઉપયોગી છે.
સવારે જ તમે પોતાના ઘરની બહાર આવી ગયા છો અને કોઈ માર્ગ પર નજરે પડી ગયું છે અને તમે નમસ્કાર કરી ચુક્યા છો અને તમે કહો છો કે, એને મળીને ખૂબ ખુશી થઈ, તમારા દર્શન થઈ ગયા પરંતુ મનમાં તમે વિચારો છો કે, આ દુષ્ટનો ચહેરો સવાર સવારમાં ક્યાં નજરે પડી ગયો આ અશુદ્ધ દિમાગ છે, આ બિન-પ્રામાણિક મનની શરૂઆત થઈ. ચોવીસ કલા
ISBN
9789363189690
Språk
Gujarati
Vikt
310 gram
Utgivningsdatum
2024-05-10
Sidor
138